Apni Dukan About Us

Every organization has an objective to establish.  Apni Dukan About Us Every organization (company) has its own principles. No organization comes into being suddenly overnight. Different types of assessments are done. Studies on good and bad effects are carried out over a long period of time. And all these types of situations are prepared.  To be dealt with when an organization APNI DUKAN comes into existence. Apni Dukan has also come into existence. With all these assessments and researches and pre-prepared to meet them. Like every organization, APNI DUKAN also has principles. Rules and objectives.

Apni Dukan Principles

Every organization has its own principles, objectives and rules. So Apni Dukan has clear principles. Long-term objectives and simple rules.

Quality is the most important aspect of Apni Dukan principles. Whether it is a person or an item. Quality and integrity are the foundational requirements of the principles. A person without quality and a thing without quality are always harmful.

In Apni Dukan About US ethos. Commitment and honesty (honesty) are as important as quality. Where there is a lack of commitment and lack of commitment. Relationships cannot last long. After those relationships, be it blood. Social or customers and organization. Staying with commitment and loyalty (honesty) strengthens the relationship. So it can be said that honesty is the chain that binds relationships.

The goal of Apni Dukan

This is an important thing for any organization or individual. Their goal should be clear. The aim of Apni Dukan is as clear as that of Maharathi. Mahayoddha, Archer Arjuna.

Almost most organizations have a target. The scope of the company’s operations, growth in their customers and most importantly (revenue) growth in revenue. But about us Apni Dukan target is not so small. The aim of APNI DUKAN is to create a family of Apni Dukan members and expand the digital Bhavena family. Convert monthly household expenses into income for middle class families and establish a regular income. As well as awakening our true identity and expanding intimate relationships. That would not be in the purview of any business organization About US.

The aim of Apni Dukan is clear and visionary. Also expanding it is a very tough task but with the cooperation of all of you we will definitely succeed.

Apni Dukan rules

There are no special rules of the APNI DUKAN. But there should be some rules only then we can proceed with discipline. Otherwise we keep going on a different path which is not in the interest of Apni Dukan or the society. Click here for Apni Dukan rules and privacy information.

Our expectation from you

h so we expect you to trust us and join Apni Dukan. You will evaluate Apni Dukan based on your experience. Don’t make assumptions based on what someone said or by listening to anyone. Our Prime Minister Narendra Modiji once said in an interview that I don’t make preconceived notions by listening to someone’s words. But I decide only after my experience. Similarly you will also decide based on your experience. If you have any bad experience then definitely let us know once we believe in prompt diagnosis, accurate and quick remediation and insist that this problem never happens to anyone again. Your complaint is the key to our update.

Website Desiogned by Digital Bhavena

આપણી દુકાન

                        દરેક સંસ્થાની સ્થાપના નો એક ઉદ્દેશ હોય છે. દરેક સંસ્થા (કંપની) નાં પોતાના સિદ્ધાંતો હોય છે. કોઈપણ સંસ્થા અચાનક રાતોરાત અસ્તિત્વમાં આવતી નથી, અલગ અલગ પ્રકારના આંકલન થતાં હોય છે, ઘણાં સમય સુધી સારાં અને ખરાબ અસરો પર અધ્યયન થતું હોય છે અને આ બધાં પ્રકારની પરિસ્થિતિ સાથે લડવાની તૈયારી હોય ત્યારે એક સંસ્થા (કંપની) અસ્તિત્વમાં આવે છે. આપણી દુકાન પણ આ બધાં આંકલન અને સંશોધન કરી તેને પહોંચી વળવા ની પૂર્વ તૈયારી સાથે અસ્તિત્વમાં આવી છે. દરેક સંસ્થાની જેમ આપણી દુકાન ના પણ સિદ્ધાંતો નિયમો અને ઉદ્દેશો સુનિશ્ચિત છે.

આપણી દુકાનના સિદ્ધાંતો

                         દરેક સંસ્થાના પોતાના સિદ્ધાંતો, ઉદ્દેશો અને નિયમો હોય છે, તેવી જ રીતે આપણી દુકાનના પણ સ્પષ્ટ સિદ્ધાંતો, દીર્ઘાયુ ઉદ્દેશો અને સરળ નિયમો છે.

                         આપણી દુકાનના સિદ્ધાંતોમાં સૌથી વધું પ્રાથમિકતા જો કોઈને હોય તો એ છે ગુણવત્તા વ્યક્તિ હોય કે વસ્તુ ગુણવત્તા ખુબ જ મહત્વનું પાસું છે. ગુણવત્તા અને પ્રામાણિકતા એ સિદ્ધાંતોના પાયાની જરૂરિયાત છે. ગુણવિહિન વ્યક્તિ અને ગુણવત્તા વિહિન વસ્તુ હંમેશાં નુકસાનકારક હોય છે.

                         આપણી દુકાનના સિદ્ધાંતોમાં નિયત અને નિષ્ઠા (પ્રામાણિકતા) ને પણ ગુણવત્તા જેટલી જ પ્રાથમિકતા છે, જ્યાં નિયતમાં ખોટ હોય અને નિષ્ઠા નો અભાવ હોય ત્યાં સંબંધો લાંબા ટકી શકતા નથી. એ સંબંધો પછી લોહીના હોય સામાજીક હોય કે ગ્રાહકો અને સંસ્થાના હોય, માટે નિયત અને નિષ્ઠા (પ્રામાણિકતા) સાથે રહેવા થી સંબંધો ગાઢ બને છે. એટલે એવું કહી શકાય કે પ્રમાણિકતા એ સંબંધો ને જોડતી સાંકળ છે.

લક્ષ્ય

                         કોઈપણ સંસ્થા હોય કે વ્યક્તિ તેમના માટે આ એક મહત્વપૂર્ણ બાબત છે, સંસ્થા હોય કે વ્યક્તિ તેમનું લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઈએ. આપણી દુકાન નું લક્ષ્ય મહારથી, મહાયોદ્ધા, ધનુર્ધારી અર્જુન ની જેમ જ સ્પષ્ટ છે.

                         લગભગ મોટા ભાગની સંસ્થાઓનું લક્ષ્ય હોય છે, કંપનીનાં કામોનો વિસ્તાર, તેમનાં ગ્રાહકોમાં અભિવૃદ્ધિ અને સૌથી મહત્વની (આવક) આવકમાં અભિવૃદ્ધિ પરંતુ આપણી દુકાનનું લક્ષ્ય આટલું નાનું નથી. આપણી દુકાન નું લક્ષ્ય છે આપણી દુકાનના સભ્યોનો એક પરિવાર બનાવવો અને ડિજીટલ ભાવેણા પરિવાર નો વિસ્તાર કરવો, મધ્યમ વર્ગના પરિવારો ને મહિનામાં જે ઘર ખર્ચ થાય છે તે ખર્ચ ને આવકમાં બદલાવો અને એક નિયમિત આવક સ્થાપીત કરવી. સાથે સાથે આપણી સાચી ઓળખ ને જાગૃત કરવી અને નિકટવર્તી સંબંધોનો વિસ્તાર કરવો જે કોઈપણ ધંધાદારી સંસ્થાના ઉદ્દેશો માં નહીં હોય.

                        આપણી દુકાન નં લક્ષ્ય સ્પષ્ટ અને દૂરદર્શી છે. સાથે તેને વિસ્તાર આપવો ઘણું અઘરું કાર્ય છે પરંતુ આપ સૌના સહકારથી આપણે ચોક્કસ સફળતા મેળવીશું.

આપણી દુકાનના નિયમો

                         પણી દુકાન ના કોઈ વિશેષ નિયમાવલી નથી પરંતુ અમુક નિયમો હોવા જોઈએ તો જ અનુશાસન સાથે આગળ વધી શકાય નહીં તો અલગ માર્ગ પર જતાં રહીએ જે આપણી દુકાન નાં કે સમાજના હિતમાં નથી. આપણી દુકાન ના નિયમો અને પ્રાઈવસીની માહિતી માટે અહીં ક્લિક કરો.
આપની પાસેથી અમારી અપેક્ષા

                         શરૂઆત હંમેશા કપરી હોય છે માટે અમે પણ આપની પાસેથી અપેક્ષા કરીએ છીએ કે આપ અમારા પર વિશ્વાસ કરશો અને આપણી દુકાન સાથે જોડાશો. તમે તમારા અનુભવ ના આધારે આપણી દુકાનનું આંકલન કરશો, કોઈના કહ્યા પ્રમાણે કે કોઇની પણ વાત સાંભળીને ધારણા બાંધશો નહીં, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ એક વખત ઈન્ટરવ્યુ માં કહેલું કે હું કોઈની વાત સાંભળી પૂર્વ ધારણા બાંધતો નથી, પરંતુ મારા અનુભવ પછી જ નિર્ણય કરૂં છું. એવી જ રીતે તમે પણ તમારા અનુભવ ના આધારે નિર્ણય કરશો. જો આપને કોઈ ખરાબ અનુભવ થાય તો એક વખત અમને ચોક્કસ જાણ કરશો અમે ત્વરિત નિદાનમાં માનીએ છીએ, ચોક્કસ અને ઝડપી નિવારણ લાવીશું અને ફરી એ સમસ્યા કોઈને પણ ન થાય તેવો આગ્રહ રાખીશું. આપની ફરીયાદ અમારા અપડેટ થવાની ચાવી છે.