You are currently viewing આપણી દુકાન શું છે?

આપણી દુકાન શું છે?

આપણી દુકાન એટલે દરેક (ભાવનગરી) ભાવેણાના સી ની પોતાની દુકાન કે મોલ છે એવું સમજો.

જ્યારે તમે એમ કહેશો કે આપણી દુકાન ત્યારે તમે પોતાનું હોવાની લાગણી અનુભવશો.

આપણી દુકાન એટલે એક એવો કોન્સેપ્ટ જેના વિશે તમે અવારનવાર સાંભળ્યું હશો પરંતુ અનુભવથી જ તમે સમજી શકો છો, છતાં પણ હું ટુંકુ વર્ણન કરૂં તો એ આ પ્રમાણે છે.

તમે તમારી જરૂરિયાત નું કરીયાણું આપણી દુકાન થી ખરીદો છો તો તમને તમારા કરીયાણાની ખરીદ કિંમત ના ૩ ટકા રકમ તમારા ખાતામાં જમા મળશે, પરંતુ જો તમારા મિત્ર કે તમારા સગાં સંબંધી ને તમે આપણી દુકાન થી કરીયાણું લેવાં માટે કહો છો અને એ પણ આપણી દુકાન થી જ કરીયાણું ખરીદે છે તો તમારા મિત્ર કે સગા સંબંધી ની ખરીદ કિંમત ના ૨ ટકા રકમ તમારા ખાતામાં જમા મળશે. જો એમનાં પણ મિત્ર કે સગા સંબંધી આપણી દુકાન થી કરીયાણું ખરીદે છે તો પણ તમને તેમની ખરીદીની ૨ ટકા રકમ તમારા ખાતામાં જમા મળશે. એવી જ રીતે તમે તમારા મિત્રો અને સગાં સંબંધી ને તમારી સાથે જોડી મહિને ૫૦૦૦૦/- સુધી ની વધારાની આવક કરી શકો છો.

આપણી દુકાન એટલે તમારા માટે સાઈડ ઈનકમનો એક નવો વિકલ્પ.

આપણે સૌને આ અનુભવ થયો રહ્યો છે કે આર્થિક ઉચ્ચ વર્ગ અને આર્થિક નિમ્ન વર્ગ માટે તો ભારતમાં ઘણાં વિકલ્પો છે, પરંતુ મધ્યમ વર્ગ માટે એટલાં વિકલ્પો ઉપલબ્ધ નથી કે તે પોતાના પરીવાર નું ભરણપોષણ અત્યારના સમય પ્રમાણે કરી શકે અને એ પણ કોઈપણ પ્રકારનું લેણું કર્યા વીના આજના લક્ષ્યમાં લગભગ અશક્ય હોય તેવું લાગે. પરંતુ આપણે આ પરીસ્થીતીને બદલવાનો પ્રયત્ન કરવો છે, મને વિશ્વાસ છે કે આપ સૌનો સાથ સહકાર મળશે તો સફળતાં ચોક્કસ મળશે.

આજનાં સમયે અશક્ય તો કશું જ નથી પરંતુ સાથે રહી કામ કરવું એકબીજાને સાથસહકાર આપવો, માત્ર પોતાનો જ નહીં પરંતુ સગાં વ્હાલાં, મિત્રો અને પાડોશીના પણ હિતની ઈચ્છા રાખવી એ થોડું અઘરું છે. આપણાં સનાતન હિન્દુ સંસ્કાર તો આપણને સર્વે ભવંતુ સુખી નવ સર્વે ભવંતુ નિરામય અને વસુધૈવ કુટુંબ કમનીય ભાવના ને વિસરી આપણે પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળ્યા તેનાં જ પ્રભાવથી આપણે સ્વાવલંબી ના બદલે સ્વાર્થી બની ગયાં.

ઘણાં લોકો આને મલ્ટી લેવલ માર્કેટિંગ કહે છે, આવી ઘણી કંપનીઓ છે જે વર્ષોથી આવું કામ કરે છે પરંતુ આમાં એક વાત જે અમે નોંધમાં લીધી છે એ એવી છે કે તે કંપનીની પોતાની જ પ્રોડક્ટ્સ હોય છે જે કિંમતમાં મોંઘી પણ હોય છે જે જીવન જરૂરિયાતની હોતી નથી પરંતુ પોતાના ટારગેટ અને નિયમોનું પાલન કરવા માટે આવી મોંઘી અને બિનજરૂરી પ્રોડક્ટ્સ પણ ખરીદવી પડતી હોય છે પરંતુ આપણે ત્યાં આવું નથી આપણે ત્યાં એવી જ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે જે જીવન જરૂરિયાતની પણ છે અને મધ્ય વર્ગના પરિવારો ને પરવડે તેવી કિંમતની પણ.

Leave a Reply